Connect Gujarat
Featured

અંકલેશ્વર: ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મુસ્લિમ ઉમેદવારે એવું તો શું કર્યું કે થઈ રહી છે સરાહના,જુઓ વિડીયો

અંકલેશ્વર: ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મુસ્લિમ ઉમેદવારે એવું તો શું કર્યું કે થઈ રહી છે સરાહના,જુઓ વિડીયો
X

અંકલેશ્વર નાગર સેવા સદનની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મુસ્લિમ ઉમેદવાર આમિર મુલ્લાએ મંદિરમાં જઇ શીશ ઝુકાવ્યું હતું ત્યારે તેઓએ દાખવેલા અભિગમની ઠેર ઠેર સરાહના થઈ રહી છે.

ચૂંટણી પૂર્વે નેતાઑ અને ઉમેદવારો મત મેળવવા માટે નિત નવા પ્રયોગો કરતાં હોય છે અને પ્રજાને રીઝવવા એડીચોટીનું જોર લગાવતા હોય છે. પરંતુ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પ્રજા અને નેતાઓ વચ્ચેનું અંતર લાંબુ થઈ જતું હોય છે. જો કે દરેક નેતા કે ઉમેદવાર એક સરખા નથી હોતા એનું ઉત્તમ ઉદાહરણ અંકલેશ્વરના એક નગર સેવકે પૂરું પાડ્યું છે.

અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 5માથી આમિર મુલ્લાએ ભાજપ તરફથી ઉમેદવારી નોધાવી હતી અને તેમણે ભવ્ય જીત પણ મળી હતી. આ બાદ પેનલના વિજેતા ઉમેદવારો પ્રજાનો આભાર માનવા નીકળ્યા હતા અને મંદિરમાં પણ ગયા હતા આ દરમ્યાન આમિર મુલ્લા પણ મુસ્લિમ હોવા છતા માર્કંડેશ્વર મહાદેવ મંદિરમાં ગયા હતા અને ભગવાન સમક્ષ હાથ જોડી શીશ ઝુકાવ્યું હતું. આમિર મુલ્લાના આ અભિગમની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે. તેઓએ ધર્મ જાતિના ભેદભાવ દૂર કરવા જે અભિગમ દાખવ્યો છે એને કનેક્ટ ગુજરાત સો સો સલામ કરે છે. દરેક નેતાઓ જો આ અભિગમ દાખવે તો સમાજમાથી કટ્ટરતા જ દૂર થઈ જાય.

Next Story