તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ પાસેની કેનાલમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે  યુવકની ઓળખની કવાયત હાથ ધરી છે.

અંકલેશ્વરના સંજાલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગ્રામજનોએ અજાણ્યા યુવકનો મૃતદેહ પડેલો જોતા જ તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોષ્ટ મોર્ટમ અર્થે ખસેડી. મૃતક યુવકની ઓળખ અને વાલીવારસોની શોધખોળ કરવા કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY