અંકલેશ્વર: ૮ વર્ષીય માસુમને ટક્કર મારી ફોરવ્હિલ ચાલક ફરાર,બનાવ CCTV માં કેદ

1686

અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર પાસે આવેલ ભાંગવાડ ઝુપડપટ્ટી પાસે એક આઠ વર્ષના બાળકને ફોરવ્હીલ ગાડી એ ટક્કર મારતા બાળકને ગંભીર ઈજા પહોંચવા પામી હતી. બાળક ને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળક અંકલેશ્વરના ભાંગવાડ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોય એવું જાણવા મળ્યું હતું. આ બાળકનું નામ સ્મિત કુમાર વિનોદભાઈ વસાવા હોય તેવું જાણવા મળ્યું હતું. આ બાળકને ટક્કર મારી ફોરવ્હીલ ગાડીનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.મા કેદ થવા પામી હતી. શહેર પોલીસે ગુનો નોંધી ફોરવ્હીલ ગાડી તથા ડ્રાઈવરને સી.સી.ટી.વી ના માધ્યમથી શોધખોળ કરવાનો પ્રયાસ ચાલુ કર્યો છે.

LEAVE A REPLY