/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-73.jpg)
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં પાછલા કેટલાક સમયથી ખુલ્લા મેદાનોમાં ઘણી સંખ્યામાં બિનવારસી ગાયો વસવાટ કરી રહી છે જેમાં સમગ્ર અંકલેશ્વરની ગાયો ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ભેગી થતી હોય છે. જેમાં કચરો ખાવાથી અત્યાર સુધી મહિનામાં દસથી પણ વધુ ગાયો અંકલેશ્વર માં મૃત્યુ પામી છે. ત્યારે ગઈકાલ રોજ પણ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં પ્લાસ્ટિકની બેગ ખાવાથી એક ગાય નું મૃત્યુ થવા પામ્યું હતું.
જેમાં સ્થાનિક યુવાનોએ અંકલેશ્વર નગરપાલિકા સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વહેલા તકે આ સમગ્ર ગાયને પાંજરા પુર મૂકવામાં આવે અને યુવાનો દ્વારા પ્રજાને પણ આગ્રહ કરવામાં આવ્યો હતો કે કચરો કચરાપેટીમાં નાખે જેથી કરી આવી રખડતી ગાયો કચરો ખાઈને મુત્યુ ના પામે વધુ કહેતા તમને જણાવ્યું હતું કે અંકલેશ્વર નગરપાલિકા વહેલા તકે આ મુદ્દા પર ધ્યાન આપે તેવી અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનોએ અંકલેશ્વર નગરપાલિકાને તાકીદ કરી હતી. ત્યારે અંકલેશ્વર માં આવા અવાર નવાર બનાવો બનતા જ રહે છે.જેમા કેટલીય સંખ્યામાં ગાયો મરતી રહે છે. જેને કોઈપણ પ્રકાર ની સારવાર મળતી નથી અને જેથી કરી કેટલી ગાયો મૃત્યુ પામે છે. તો વહેલા તકે સરકાર આ મુદ્દા પર ધ્યાન આપે તેવી હવે લોકો પણ માંગ કરી રહ્યા છે.