Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: NRC, CABના કાયદાના વિરોધમાં રેલી યોજી અપાયું આવેદન

અંકલેશ્વર: NRC, CABના કાયદાના વિરોધમાં રેલી યોજી અપાયું આવેદન
X

અંકલેશ્વર જમીયતે ઉલમાએ હિંન્દ અને મુળ નિવાસી સંધના સંયુક્ત ઉપક્રમે વિશાળ રેલી યોજી NRC, CABનો કાયદો રદ્દ કરવા મુદ્દે આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

આવેદનમાં ગુજરાતના તમામ નાગરિકો SC/ST/માયનોરીટી તરફથી CAB કાનૂન રદ્દ કરવા, સંવિધાનનું ગૌરવ સલામત રાખવા અને NRC મોકુફ રાખવા માંગ કરાઇ હતી. જમિયતે ઉલેમા- ગુજરાતની ગુજરાતનાં તમામ નાગરિકો ખાસ કરી SC/ST/માયનોરીટી તરફથી આપને નમ્ર અનુરોધ સાથે એવી લાગણી-માંગણી કરી છે, કે હાલ સંસદે પસાર કરેલ CAB નાગરિક શંશોધન બીલ ભારતના બંધારણની મુળ વિભાવનાઓ વિરુધ્ધ હોઈ, તથા બિનસાંપ્રદાયિક દેશની પરંપરાથી વિપરીત મુસ્લિમોને લક્ષ્ય બનાવી, તથા SC/ST/OBC લોકોના નાગરીકત્વને જોખમમાં મૂકવા, તથા ધ્રુવીકરણ કરવાના બદ્દ આશયથી પ્રજાને માથે થોપવા બરાબર હોઈ, તથા સમગ્ર દેશમાં વ્યાપક-હિંસક વિરોધ વધતો જતો હોઈ, દેશની એકતા અખંડિતતા અને સાર્વભામત્વ જાળવી રાખવા, અને શાંતિ સલામતી, કાયદો વ્યવસ્થા જાળવી રાખવા.

માટે લોક્લાગણી ને માન આપી આ કાનૂન રદ કરવા, વિશાળ રાષ્ટ્ર હિત - જનહિતમાં અનુરોધ છે. જેથી જન આંદોલન અટકાવી શકાય. સાથે દેશમાં અરાજકતા-અંધાધૂંધી ફેલાતી અટકાવવા, તથા શાંતિ સલામતી સ્થાપવા પણ આ બીલ રદ જાહેર કરાય, એ દેશના હિતમાં હોઈ ફેર વિચારણા કરી, તાકીદે આ બીલ રદ કરવા અનુરોધ કર્યો હતો.

Next Story