Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : વેડિંગ એનિવર્સરીએ દંપતિ પહોંચ્યું બ્લડબેંક અને કર્યું રકતદાન

અંકલેશ્વર : વેડિંગ એનિવર્સરીએ દંપતિ પહોંચ્યું બ્લડબેંક અને કર્યું રકતદાન
X

સાંપ્રત સમયમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકોના એકત્ર થવા પર પાબંધી છે ત્યારે અંકલેશ્વરના રાજપુરોહિત દંપતિએ પોતાની 37મી વેડિંગ એનિવર્સીની અનોખી રીતે ઉજવણી કરી હતી.

અંકલેશ્વરના ચૌટા બજારમાં કપડાનો વ્યવસાય કરતાં દંપતિએ કોરોનાની મહામારી વચ્ચે અનોખું કાર્ય કરી સમાજના અન્ય લોકોને પ્રેરણા આપી છે. નટવરસિંહ દેવીસિંગ રાજપુરોહિત તેમજ પત્ની દુર્ગાબેન તેમની 37મી વેડિંગ એનિવર્સરીના દિવસે કુમારપાળ બ્લડ બેંક ખાતે પહોંચ્યાં હતાં. જયાં પતિ અને પત્નીએ રકતદાન કર્યું હતું. નટવરસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૪૬ વર્ષથી રકતદાન કરતાં આવ્યાં છે. રકતદાન થકી કેટલાક જરૂરીયાતમંદ લોકોની જીંદગી બચાવી શકાય છે. દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે સમાજના લોકોએ રકતદાન માટે આગળ આવવું જોઇએ.

Next Story