Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ચોરીની બાઈક સાથે એક શખ્સ પોલીસનાં હાથે ઝડપાયો

અંકલેશ્વરઃ ચોરીની બાઈક સાથે એક શખ્સ પોલીસનાં હાથે ઝડપાયો
X

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એક યુવકને ચોરીની બાઈક સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન ચોરીના ગુનાને ઉકેલવા માટે મળેલી સૂચના મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ નો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. દરમિયાન રચના નગર વિસ્તારમાં વાહન ચેકિંગ કરતાં સદાનંદ હોટલ તરફથી આવી રહેલા એખ બાઈક ચાલકને પોલીસે રોક્યો હતો. તેની પાસેથી બાઈકનાં દસ્તાવેજો અંગે પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

પોલીસે તેનું નામ પૂછતાં મહેશ ઉર્ફે મુકરી રમેશભાઈ વસાવા રહે. આંબાવાડી અંકલેશ્વરનો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે બાઈકનાં ચેસીસ નંબરનાં આધારે તપાસ કરતાં જીઆઈડીસી પોલીસમાં જ નોંધાયેલી એક બાઈક ચોરીમાં આ બાઈકનો ઉલ્લેખ હોવાનું જણાયું હતું. જેથી પોલીસે બાઈકનો કબજો લઈ યુવાનની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story