Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : ઝઘડીયાના બે ગામમાં ઝોલા લાયબ્રેરીનો પ્રારંભ, વાંચો શું છે ઝોલા લાયબ્રેરી

અંકલેશ્વર : ઝઘડીયાના બે ગામમાં ઝોલા લાયબ્રેરીનો પ્રારંભ, વાંચો શું છે ઝોલા લાયબ્રેરી
X

અંકલેશ્વરની

જે.એન.પીટીટ લાયબ્રેરીના ઉપક્રમે વણખુંટા અને ઝગડીયા તાલુકાના આમોદ ગામમાં ઝોલા

લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવતાં વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠયાં હતાં.

અંકલેશ્વર

શહેરમાં આજથી ૧૩૨ વર્ષ પહેલાં સર જમશેદજી નસરવાનજી પીટીટે વાચન પ્રવૃત્તિના વિકાસ

માટે મુંબઈથી આવી અંકલેશ્વરમાં લાયબ્રેરી શરૂ કરી હતી. આ કાર્યને આગળ ધપાવવાના ઇરાદે

જે.એન.પીટીટ લાયબ્રેરી દ્વારા અંતરીયાળ ગામોમાં ઝોલા લાઈબ્રેરી શરૂ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના કડીયા ડુંગરથી

15 કીમી દુર

આવેલાં વણખુંટા ગામમાં ઝોલા લાયબ્રેરીનો પ્રારંભ કરાયો છે.

આ પ્રસંગે

ગામના આરોગ્ય ભવનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના બાળકોએ અંગ્રેજીમાં

પ્રાર્થના રજુ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. અંતરિયાળ ગામડાઓમાં ચાલતી

પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની વાંચનની જીજ્ઞાસા પુર્ણ કરવા માટે ઝોલા

લાયબ્રેરીનો પ્રયોગ સફળ રહયો છે. ઝોલા લાયબ્રેરીના કારણે વિદ્યાર્થીઓને અન્ય

પુસ્તકો વાંચવા માટે મળી રહેતાં હોય છે. ઝોલા લાયબ્રેરીના કોન્સેપ્ટની વાત કરવામાં

આવે તો લાયબ્રેરી તરફથી કોઈપણ એક શાળાની પસંદગી કરવામાં આવે છે. જે

શાળામાં થેલો ભરીને પુસ્તકો પુરાં પાડવામાં આવે છે. નિશ્ચિત મર્યાદામાં બાળકો આ

પુસ્તકો વાંચી રહે પછી લાયબ્રેરીને પરત કરવાના હોય છે.

ત્યારબાદ નવા પુસ્તકો ફરીથી શાળાને પુરા પાડવામાં આવે છે. આવું કરવાથી અંતરિયાળ ગામડાઓ સુધી સાહિત્ય પહોંચતું થાય તેવો શુભ આશય લાયબ્રેરી દ્વારા રાખવામાં આવ્યો છે. આવી ઝોલા લાયબ્રેરી માટે વણખુંટા ઉપરાંત ઝગડીયા તાલુકાના આમોદ ગામમાં પણ ઝોલા લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે.

Next Story