Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પનોલીની એક કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયા

અંકલેશ્વરઃ પનોલીની એક કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયા
X

અંકલેશ્વરની પનોલી જીઆઇડીસી સ્થિત ચેક રબ ટેક કંપનીમાંથી ગત તારીખ 24મીની રાત્રે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. તાલુકા પોલીસે આ ગુનામાં બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગતો મૂજબ પાનોલી જીઆઈડીસીમાં આવેલી ચેકરબ ટેક કંપનીમાં ગત તારીખ 24મીની રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. કંપનીમાંથી ઇલેકટ્રીક મોટર તેમજ કેબલ મળીને કુલ રૂપિયા 73,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બે અજાણ્યા ચોર કંપનીની ગ્રીલ તોડીને કંપનીમાં પ્રવેશ કરી સીસીટીવી કેમેરાનું એલીડી કિંમત રૂપિયા 3000 તેમજ પ્લાન્ટમાં લગાવેલી પેનલ મશીનનો ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે કંપનીના માલિક વિપુલ વિઠ્ઠલભાઈ ચોડવાડિયાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આ ચોરીના ગૂનામાં બાકરોલ ગામના કાલી મંદિર પાસેથી ચોરી સંદર્ભમાં ગોકુલ ઉર્ફે લંગડો જે મુકેશ ભરવાડના મકાનમાં તેમજ બીજો ઝાકીર યાસીન સૈયદ, નવી નગરી, આમોદના ઓની સંડોવણી હોવાની બહાર આતાં પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ કરતાં બન્નેએ ચોરીની કબુલાત કરતાં તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story