Connect Gujarat
Featured

અંકલેશ્વર : પાનોલીની વાસુદેવ ડ્રગ ઇન્ટરમિડીયેટ કંપનીમાં બોઈલરમાં થયો ભડકો,પછી શું થયુ જુઓ

અંકલેશ્વર : પાનોલીની વાસુદેવ ડ્રગ ઇન્ટરમિડીયેટ કંપનીમાં બોઈલરમાં થયો ભડકો,પછી શું થયુ જુઓ
X

પાનોલી ખાતે આવેલી વાસુદેવ ડ્રગ ઇન્ટરમિડીયેટ કંપનીમાં બોઈલર નજીક કામ કરી રહેલ ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પાનોલી જીઆઇડીસી ખાતે આવેલી વાસુદેવ ડ્રગ્સ ઇન્ટરમિડીયેટ કંપનીમાં બપોરના સમયે ઓધ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીના પ્લાન્ટમાં બોઈલર નજીક ત્રણ કામદાર કામ કરી રહ્યા હતા દરમ્યાન બોઈલરમાં ભડકો થતાં ત્રણેય કામદારો દાઝી ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ કંપની સત્તાધીશો દોડી આવ્યા હતા અને કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડયા હતા. આ ઘટનામાં 21 વર્ષીય રાજ કોલ, સંતોષ કોલ અને 23 વર્ષીય સતિષ બર્મન દાઝી ગયા હતા. બનાવની વધુ તપાસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે.

Next Story