Top
Connect Gujarat

અંકલેશ્વર: નહેરમાંથી ભાજપના આગેવાન દ્વારા પાણી ચોરી મુદ્દે પોલીસે કલમ ૪૩૦ મુજબ નોંધી ફરિયાદ

અંકલેશ્વર: નહેરમાંથી ભાજપના આગેવાન દ્વારા પાણી ચોરી મુદ્દે પોલીસે કલમ ૪૩૦ મુજબ નોંધી ફરિયાદ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીકથી પસાર થતી ઉકાઈ જમણાં કાંઠા નહેરમાંથી પાણીની ચોરી કરવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય અને અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા પરેશ પટેલ દ્વારા મત્સ્યઉદ્યોગ કરવા માટે મોટા પાયે પાણીની ચોરી કરવામાં આવી રહી છે. લગભગ જેટલા મોટા કુત્રિમ તળાવો ખોદી ગેરકાયદેસર રીતે માટીનું પણ વેંચાણ કરાયું હોય તેવું પણ સ્થાનિક લોકો દ્વારા અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ૫ થી ૬ ફૂટ જેટલા ઊંડા તળાવ ખોદી બાજુમાંથી જ પસાર થતી નહેરના વહેંણમાંથી ટ્રેકટર અને મોટરની મદદથી પાણી ખેંચી પોતાના જ તળાવોમાં પાણી ઉલેચવામાં આવી રહ્યું છે. તાત્કાલિક સ્થળ મુલાકાત કરી જોતા દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવ્યું હતું.

કનેકટ ગુજરાતમાં આ અહેવાલ પ્રસારીત થતાંજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ અંગે નહેર ખાતાના અધિકરીઓ દ્વારા ટિમ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં પાણી ખેંચી પરેશ પટેલ દ્વારા પોતાના જ તળાવો ભરવામાં આવી રહ્યા હતા. ત્યાર બાદ નહેર ખાતાના અધિકારીઓ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથક ખાતે પરેશ પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધાવાયો હતો.

ઉકાઇ જમણા કાંઠા નહેર સંશોધન અંકલેશ્વર વિભાગના કાર્યપાલક ઇજનેર જે.સી. ચૌધરીએ જણાવ્યું કે, તેઓ દ્વારા ગઈ કાલે પરેશ પટેલ દ્વારા નહેરમાંથી મત્સ્ય ઉદ્યોગ માટે પાણીનું તળાવ બિન અધિકૃત રીતે ભર્યાના મીડીયામાં અહેવાલ પ્રસારીત કરાયા કે તુરંત જે તે સ્થળની મુલાકાત લીધી હતી અને જે અંગે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકે અમો દ્વારા આજે તેમના વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને તેમના વિભાગ દ્વારા પણ ઔદ્યગીક હીતની પેનલ્ટી લગાવી તેની પણ નાણાંકિય વસુલાત કરવામાં આવશે. તેમજ ઘટના સ્થળે જે સાધનો હતા તેને ભેગા કરવાની કાર્યવાહી પણ હાલ ચાલુ છે.

આ અંગે કનેકટ ગુજરાત સાથેની મુલાકાતમાં ડીવાયએસપી એલ.એ.ઝાલાએ જણાવ્યું હતું કે, નર્મદા જળ સંપત્તી અને જળસ્તર વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જીતાલી બ્રાંચ સ્ટેશનથી પાણી ચોરીની ફરીયાદ મળતા અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથક ખાતે IPC ૪૩૦ મુજબ ગુનો દાખલ કરાવાયેલ છે. આ ઘટનામાં જે આરોપી છે તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશેનું જણાવ્યું હતું.

બીજી તરફ પરેશ પટેલે પોતાના નિવેદનમાં મેં કોઇ ખોટી રીતે પાણી ચોરી કરી નથી નું જણાવવા સાથે હું ભાજપી નેતા અને આગળ પડતો હોવાથી મને ખોટી રીતે ટાર્ગેટ કરાયો છે. એટલું જ નહીં નર્મદા જળ સંપત્તી અને જળસસ્તર વિભાગના ઇજનેરો ને પુછો કે મારી કાયદેસરની અરજી ક્યાં ગઈ અને અંકલેશ્વર તાલુકામાં ૨૦-૨૦ વર્ષથી ૬૦ જેટલા ખાનગી તળાવોમાં નહેરનું પાણી ચાલે છે અને તેમાં મત્સ્યપાલન કરાઇ છે.જયારે મેં પહેલી વાર હજુ તળાવ બને છે અને પાણી લીધું તો મારા ઉપર FIR કરવામાં આવી શું આ નહેર ખાતું ન્યાયીક તપાસ કરે છે. શું. પેલા ૬૦ તળાવો પર કેમ કોઇ એક્ષન નથી લેવાતા કેમ એમના પર કોઇ ફરિયાદ નથી નોંધાવતા માત્ર અને માત્ર પરેશ પટેલ જ કેમ? આ એક મારી રાજકિય છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે.નહેરખાતા દ્વારા મારી અપાયેલ અરજી ફાઇલ નીચે દબાવી દેવાઇ છે અને મારા દ્વારા કરાયેલ આ તળાવોની મૌખીક ફરીયાદ પણ ઘોળીને પી ગયા છે.આ માત્ર અને માત્ર મારી રાજકિય કેરીયર પુરી કરી મને બદનામ કરવાનું ષડયંત્ર છે.નું જણાવ્યું હતું.

Next Story
Share it