Connect Gujarat
Featured

અંકલેશ્વર : પીરામણ ગ્રામ પંચાયત કચેરીમાં લાગી આગ, સરકારી દસ્તાવેજો સહિત અન્ય સામાન બળીને ખાખ

અંકલેશ્વર : પીરામણ ગ્રામ પંચાયત કચેરીમાં લાગી આગ, સરકારી દસ્તાવેજો સહિત અન્ય સામાન બળીને ખાખ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની પીરામણ ગ્રામ પંચાયત કચેરીમાં આગ લાગતા સરકારી દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ગત ગુરુવારની મોડી રાતે અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, ટેબલ, ખુરશી સહિતના અન્ય સામાનને મોટું નુકશાન પહોચ્યું હતું. જોકે આગ લાગવાની ઘટનાથી તમામ સરકારી દસ્તાવેજો પણ આગની ચપેટમાં આવી જતાં બળીને ખાખ થયા હતા.

સમગ્ર મામલે પીરામણ ગ્રામ પંચાયત કચેરીના ડેપ્યુટી સરપંચ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી, ત્યારે ડેપ્યુટી સરપંચની ફરિયાદના આધારે પોલીસે એફ.એસ.એલ. ટીમને સાથે રાખી વધુ તપાસ શરૂ કરી છે. જોકે પીરામણ ગ્રામ પંચાયત કચેરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. ઉપરાંત મોડી રાતે આગ લાગવાથી સદનસીબે મોટી જાનહાની પણ ટળી હતી.

Next Story