Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પાલિકા વિસ્તારમાં વેચાતો હતો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સામાન

અંકલેશ્વરઃ પાલિકા વિસ્તારમાં વેચાતો હતો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સામાન
X

શહેરમાં ચાર વિક્રેતા પાસેથી અંદાજીત 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં ચકાસણી હાત ધરવામાં આવી હતી. દરમ્યાન 50 માઇક્રોનની જુદાઇની થેલીઓ, પ્લાસ્ટીકના કપ સહિત પ્લાસ્ટીકનો સામાન મળી આવ્યો હતો. પાલિકા દ્વારા અંદાજે 100 કિલો ઉપરાંતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે લીધો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="68084,68085,68086,68087,68088,68089,68090,68091,68092"]

પ્લાસ્ટીકનાં પ્રતિબંધિત જથ્થા સાથે ઝડપાયેલ વિક્રેતામાં શ્રી નવદુર્ગા સીઝન સ્ટોર, ભારત ટ્રેડિંગ, રાધે પ્લાસ્ટિકને પાલિકા દ્વારા અંદાજે 4 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. આ ચકાસણી દરમ્યાન નગરપાલિકાના એન.સી.કાયસ્થ, રમેશભાઈ, આશિફ્ભાઈ વિગેરે અધિકારીઓ જોડાયા હતા.

Next Story