Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પોદાર કિડ્સ સ્કૂલમાં વાલીઓ માટે યોજાયી અનોખી ઈવેન્ટ

અંકલેશ્વરઃ પોદાર કિડ્સ સ્કૂલમાં વાલીઓ માટે યોજાયી અનોખી ઈવેન્ટ
X

બાળકોમાં પર્સનલ, સોશ્પલ અને ઈમોશનલ સ્કીલનો વિકાસ કરવાના હેતુથી યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વરની પોદાર જમ્બો કિડસ સ્કુલ બાળકોની સાથે સાથે તેમનાં કુટુંબના સભ્યો સાથે પણ સંકલિત હોય છે. જેમાં કુટુંબના દરેક સભ્યોનું આગવું મહત્વ સમજાવતા માસ્ટર શેફ પાપા બનાઓ દાદી, નાની કી રેસપીનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પાપા તથા દાદી સાથે મળીને અવનવી વાનગીઓ રજુ કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="76239,76240,76241,76242,76243,76244,76245"]

શાળા ખાતે યોજાયેલી આ ઈવેન્ટનો હેતુ બાળકોમાં પર્સનલ, સોશ્પલ અને ઈમોશનલ સ્કીલનો વિકાસ કરવાનો હતો. તદઉપરાંત બાળકોમાં ખોરાક પ્રત્યે જાગૃતતા કેળવવા સાથેના ઉદ્દેશ્યથી આ પ્રસંગને ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મનીષાબેન ગોહિલે વાલીઓને પોતાનો કવોલીટી ટાઈમ બાળકો સાથે ફાળવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story