New Update
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અરુણોદયનગરમાં આવેલ મકાનના રૂમમાંથી બે મોબાઈલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અરુણોદયનગરમાં રહેતા મિરાજ આલમ જબ્બારૂલ મિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ડેકન ફાઇન કેમિકલ કંપનીમાં નોકરી કરે છે જે પોતાનો ફોન તકીયા નીચે મૂક્યો સૂઈ ગયો હતો અને તેનો રૂમ પાર્ટનર રાજકુમાર ગિરિ પણ ફોન મૂકી બાથરૂમમાં ગયો હતો તે દરમિયાન બંને ફોનની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા બંને ફોન મળી કુલ 26 હજારથી વધુના મુદ્દામાલની ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories