Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પબ્લિક સ્કૂલને મહાવીર ઈન્ટરનેશનલ દ્વારા અપાયી લાઈબ્રેરીની ભેટ

અંકલેશ્વરઃ પબ્લિક સ્કૂલને મહાવીર ઈન્ટરનેશનલ દ્વારા અપાયી લાઈબ્રેરીની ભેટ
X

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થાના મહાવીર ઈન્ટરનેશનલ ભરૂચ દ્વારા પબ્લિકક સ્કૂલનાં વિદ્યાર્થીઓને પુસ્તકાલયની મહામુલી ભેટ

અંકલેશ્વરની પબ્લિક સ્કુલએ તમામ વર્ગના આર્થિક રીતે પછાત બાળકોને એકદમ નજીવાં ખર્ચે અંગ્રેજી માધ્યમનું ઉચ્ચસ્તરીય શિક્ષણ આપતી સંસ્થા છે. સંસ્થાના આ કાર્ય અને ઉદ્દેશયને ધ્યાને લઈને મહાવીર ઈન્ટરનેશનલ દ્વારા લાઈબ્રેરી માટે અનુદાન આપવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મહાવીર ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અજીત શાહ, પાસ્ટ પ્રેસિડન્ટ્સ મુકેશ મહેતા, કમલ શાહ, પ્રોજેકટ ચેરમેન મનોજ આણંદપુરા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="68736,68737,68738,68739,68740,68741,68742,68743,68744,68745"]

પ્રોજેકટ ચેરમેન મનોજ આણંદપુરાએ જણાવ્યું હતું કે, સાંપ્રત ડિજિટલ યુગમાં પુસ્તકોના વાંચનમાંથી વર્તમાન પેઢીનો રસ ઓછો થઈ રહ્યો છે. પરંતુ પુસ્તક સિવાય સંસ્કારોનું સિંચન અને ઘડતર શકય નથી. અંકલેશ્વર પબ્લિક સ્કુલનાં વિદ્યાર્થીઓનાં ઘડતર માટે જ આ પ્રોજેકટ હાથ ધરાયો છે. વિદ્યાર્થીઓ આ પુસ્તકાલયનો બહોળો ઉપયોગ કરશે. આ પ્રસંગે અંકલેશ્વર પબ્લિક સ્કુલનાં ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ મહાવીર ઈન્ટરનેશનલનાં તમામ હોદ્દેદારોને આભાર માન્યો હતો. અને પુસ્તકાલયનાં માધ્યમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્ય સાથે સંસ્કારોના ઘડતર માટે પણ અપીલ કરી હતી.

Next Story