Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : 1.59 કરોડ રૂપિયાનું કોપર ભરેલું ટ્રેલર રસ્તામાં થયું ગુમ, જુઓ શું છે આખી ઘટના

અંકલેશ્વર : 1.59 કરોડ રૂપિયાનું કોપર ભરેલું ટ્રેલર રસ્તામાં થયું ગુમ, જુઓ શું છે આખી ઘટના
X

અંકલેશ્વરથી

કલકત્તાના હાવડા જવા નીકળેલું 1.59 કરોડ રૂપિયા ઉપરાંતનું કોપર ભરેલું ટ્રેલર રસ્તામાંથી ગુમ થઇ ગયું હોવાની

પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ભરૂચના

ઝાડેશ્વર રોડ ઉપર આવેલ શિખર બંગ્લોઝમાં રહેતા અને રીતુ રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટ કંપનીમાં

મેનેજર તરીકે ફરજ બજાવતાં અજય ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 8મી જાન્યુઆરીના રોજ દહેજની બિરલા કોપર

કંપનીમાંથી ત્રણ ટ્રેઇલરમાં 100 ટન કોપરના બંડલ ભરીને કલકત્તાના હાવડા પાસે આવેલી હિન્ડાલકો કંપનીમાં

મોકલવામાં આવ્યાં હતાં. જેમાંથી અંકલેશ્વરના રાધાકૃષ્ણ કંપાઉન્ડમાં આવેલી મહેશ લોજિસ્ટિક

ટ્રાન્સપોર્ટનું ટ્રેલર લઇને ડ્રાયવર ભંવરલાલા ગંગારામનીકળ્યો હતો.આ ટ્રેલરનું

છેલ્લું લોકેશન મહારાષ્ટ્રના બાલાપુર નજીકનું આવ્યું હતું. ત્યારબાદ ટ્રેલરમાં

લાગેલી જીપીએસ સીસ્ટમ બંધ થઇ ગઇ હતી. આજદિન સુધી ટ્રેલરનો કોઇ પત્તો નહી લાગતાં

અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગુમ થયેલાં ટ્રેલરમાં 1.59 કરોડ રૂપિયા ઉપરાંતનો કોપરનો જથ્થો ભરેલો

છે.

Next Story