Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર તાલુકાના સજોદ,તરીયા-ધંતુરિયા ગામના ખેડૂતોને પડતી પાણીની મુશ્કેલીથી મળ્યો છુટકારો

અંકલેશ્વર તાલુકાના સજોદ,તરીયા-ધંતુરિયા ગામના ખેડૂતોને પડતી પાણીની મુશ્કેલીથી મળ્યો છુટકારો
X

પાણી વિભાગ અને ત્રણેવ ગામના અગ્રણીઓ વચ્ચે યોજાયેલ બેઠકમાં સુખદ અંત આવતા ખેડૂતો ખુશહાલ

તા.૧૮મીના રોજ હાંસોટન નહેર વિભાગ દ્વારા સજોદ-તરીયા અને ધંતુરીયાના નહેરના પાણીના વહેણને પાણીના ગેઇટ તથા માટીના પાળા બાંધી પાણી બંધ કરાયું હતું. જો કે આજે સવારે નહેર વિભાગ અને ત્રણેવ ગામના અગ્રણી ખેડૂતો વચ્ચે સજોદ ખાતે પાણી મુદ્દે એક બેઠક યોજાઇ હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="77686,77687,77688"]

જેમાં ગેરકાયદેસર વગર પરમીશને ચાલતી ૨૧ જેટલી તેમજ કાયદેસર ચાલતી ૯ જેટલી મશીન દ્વારા લેવાતી પાણીની લાઇનો બંધ કરી હાલ પુરતું આ બેઠકમાં સમાધાનનો અભીગમ અપનાવી પાણી પુન: શરૂ કરાતા વર્ષોથી ચાલતી પાણીની સમસ્યાનો હાલ તો સુખદ અંત આવ્યો છે.પાણી શરૂ થવાના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.

Next Story