Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : સજોદ ગામેથી બાઇકની થઈ ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વર : સજોદ ગામેથી બાઇકની થઈ ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઈ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ભાઠા ફળિયામાંથી મોપેડની ઉઠાંતરી થતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ભાઠા ફળિયામાં રહેતા અને શાંતિનગર સ્થિત આદર્શ પબ્લીક સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા સરોજ વસાવાએ પોતાની મેસ્ટ્રો ગાડી નં. GJ 16 BM 5736 ઘરના આંગણામાં પાર્ક કરી હતી, તે દરમિયાન ગત તા. 22મી નવેમ્બરના રોજ વાહન ચોરો ત્રાટકી તેઓની કિંમત રૂપિયા 15 હજારના મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે મોપેડ ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story