Connect Gujarat

અંકલેશ્વર : સાંસદ મનસુખ વસાવાએ કનેકટ ગુજરાતના કાર્યાલયની લીધી મુલાકાત

અંકલેશ્વર : સાંસદ મનસુખ વસાવાએ કનેકટ ગુજરાતના કાર્યાલયની લીધી મુલાકાત
X

આપના મોબાઇલ ફોન પર સતત સમાચારો આપી તમને દુનિયા સાથે કદમથી કદમ મિલાવવામાં મદદરૂપ થતી કનેકટ ગુજરાત ચેનલની શુક્રવારના રોજ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી.

દેશ અને દુનિયામાં બનતી કોઇ પણ ઘટનાને આપના સુધી ક્ષણવારમાં પહોંચાડતી કનેકટ ગુજરાત ચેનલનું કાર્યાલય અંકલેશ્વર ખાતે આવેલું છે. હેકઝોન આર્કેડમાં આવેલાં કનેકટ ગુજરાત કાર્યાલયમાં શુક્રવારના રોજ ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી. તેમની સાથે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ બી.એસ.પટેલ, સેક્રેટરી કિરણસિંહ પરમાર, નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ ભરતભાઇ પટેલ સહિતના અગ્રણીઓ પણ જોડાયાં હતાં.

તમામ આગેવાનોએ કનેકટ ગુજરાતના ન્યુઝરૂમ અને સ્ટુડીયોની મુલાકાત લઇ ન્યૂઝ બનાવવાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. કનેકટ ગુજરાતના યોગેશ પારીકે તમામ આગેવાનોને કામગીરીનો ચિતાર આપ્યો હતો. સાંસદ મનસુખ વસાવા સહિતના અગ્રણીઓએ કનેકટ ગુજરાતની કામગીરીને વખાણી આખી ટીમને શુભેચ્છા પાઠવી હતી.

Next Story
Share it