અંકલેશ્વરઃ પી.પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીનાં વાલીઓ માટે યોજાયી સ્પર્ધા

New Update
અંકલેશ્વરઃ પી.પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીનાં વાલીઓ માટે યોજાયી સ્પર્ધા

દિવાળી તહેવારને અનુલક્ષીને રંગોળી અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વરનાં ગાર્ડનસીટી ખાતે આવેલી પીપી સવાણી સ્કૂલ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આમ તો સામાન્ય રીતે શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થતી હોય છે. પરંતું અહીં શાળા દ્વારા અંગ્રેજી માધ્યમનાં પ્રી.પ્રાયમરીનાં વિદ્યાર્થીઓનાં વાલીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગોળી, દિવા પ્રગટાવવા તથી આરતી શણગાર વગેરેની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વાલીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધામાં ભાગ લેનાર વાલીઓએ સુંદર કલા કૃતિઓ બનાવી આકર્ષણ જમાવ્યું હતું. સ્પર્ઘામાં ભાગ લેનાર વાલીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Latest Stories