Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પરિવારે નોકર તરીકે રાખ્યો, 4 લાખની મત્તા સાથે સ્કૂટર પણ લઈ ગયો

અંકલેશ્વરઃ પરિવારે નોકર તરીકે રાખ્યો, 4 લાખની મત્તા સાથે સ્કૂટર પણ લઈ ગયો
X

વાલિયા ચોકડી સ્થિત રવિરાજ એપાર્ટમેન્ટનાં એક મકાનમાં નોકર તરીકે કામ કરતો હતો.

અંકલેશ્વર શહેરનાં વાલિયા ચોકડી પાસે આવેલા રવિરાજ એપાર્ટમેન્ટમાં એક પરિવારને ત્યાં કામ કરતો નોકર ચોરી કરીને પલાયન થઈ ગયો છે. નોકર તરીકે રહી ઘરની તમામ બાબતોથી પરિચિત થયા બાદ આ નોકર ઘમાંથી દાગીના, રોકડ રકમ લઈને પરિવારનું સ્કૂટર પણ સાથે લેતો ગયો હતો. પરિવારે રૂપિયા 4 લાખ ઉપરાંતની ચોરી થયા અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલા રવિરાજ એપાર્ટમેન્ટમાં આઈ- 6 નંબરના મકાનમાં રહેતા સંજય મહેતાએ રાજસ્થાનના રહેવાસી નરેશ કલારામ ચૌધરીને પોતાને ત્યાં નોકર તરીકે રાખ્યો હતો. દરમિયાન નરેશ ચૌધરીએ ગત તારીખ 22 મીના રોજ ઘરમાં જ ધાપ મારી રૂપિયા 3 લાખ 50 હજારના સોનાના ઘરેણાં, તથા ચાંદીના બિસ્કિટ તેમજ રોકડા રૂપિયા 60 હજાર અને એપાર્ટમેન્ટમાં સંજય મહેતાના ભાઈએ પાર્ક કરેલું 30 હજારની સ્કૂટર નંબર જીજે 16 એઆર 928 ની પણ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. સંજય મહેતાએ આ ચોરી અંગે નોકર નરેશ ચૌધરી વિરુધ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story