અંકલેશ્વર: ઉનાળાના સમયમાં પાણી પુરતું ન હોવાથી નગરપાલિકા ૨૨ બોર પર રહેશે નિર્ભર..!

139

ઉનાળાના સમયમાં અંકલેશ્વર શહેરમાં પાણીની પારાયણ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.ઉકાઈ જમના કાંઠા નહેરનો પાણી પુરવઠો અનિયમિત રહેતા શહેરમાં આવેલ તળાવ અધૂરું છે જેના પગલે નગરપાલિકા તંત્ર બોરિંગનાં પાણી પર નિર્ભર છે.

નર્મદા નદીને કિનારે વસેલ અંકલેશ્વરે તેની પાણીની જરૂરીયાતને પહોચી વળવા તાપી નદીની ઉકાઈ જલ્શય યોજના પર નિર્ભર રહેવું પડે છે ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં જળ સંકટ સર્જાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉકાઈ જમણા કાંઠા નહેર મારફતે આવતા પાણીથી જલારામ મંદિર નજીક આવેલ તળાવ ભરવામાં આવે છે અને તળાવમાંથી શહેરને પાણી પહોચાડવામાં આવે છે.

પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદ અને સમારકામનાં કારણે નહેરમાં વારંવાર પાણી પુરવઠો બંધ રહેવાથી તળાવ જરૂરીયાત મુજબ ભરાયું નથી. હજુ તારીખ ૨૨ માર્ચ સુધી ઉકાઈ કેનાલનું પાણી આવશે જો કે ઉનાળાના સમયમાં આ પાણી પુરતું ન હોવાથી નગર પાલિકા ૨૨ બોર પર નિર્ભર રહેશે અને બોર મારફતે શહેરીજનોને પાણી પહોચાડશે ત્યારે આગામી બે મહિના અંકલેશ્વરમાં પાણીની પારાયણ સર્જાશે એમાં કોઈ બે મત નથી.

LEAVE A REPLY