Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ત્રાટક્યા તસ્કરો, CCTVનાં ડીવીઆર પણ લઈ ગયા

અંકલેશ્વરઃ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ત્રાટક્યા તસ્કરો, CCTVનાં ડીવીઆર પણ લઈ ગયા
X

શાળામાંથી રોકડા રૂપિયા 35 હજાર સહિત અન્ય મુદ્દામાલ મળી કૂલ રૂપિયા 86 હજારની મત્તા ચોરી ગયા.

અંકલેશ્વરનાં જૂના દીવા રોડ ઉપર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ગત રાત્રિનાં સમયે તસ્કરોએ દરવાજા તોડી અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ક્લાર્કનાં રૂમમાં મૂકેલા કબાટમાં રહેલા રોકડા રૂપિયા અને સીસીટીવી કેમેરાના ડીવીઆર સહિત કુલ રૂપિયા 86 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શાળા સંચાલકોએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરનાં જૂના દીવા રોડ ઉપર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. જે બાબતની જાણ આજે સવારે થઈ હતી. જેમાં શાળા સંચાલકને જાણ થતાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમનાં આચાર્યો પણ શાળા ખાતે દોડી આવ્યા હતા. શાળામાં જઈને તપાસ કરતાં ક્લાર્કની કેબિનમાં રાખેલા કબાટનાં તાળા તોડી સામાન વેરવિખેર કરેલો જોવા મળ્યો હતો.

ક્લાર્કનાં રૂમમાં તપાસ કરતાં કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 35,500 અને આચાર્યનાં રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાનાં ડીવીઆરી કિંમત રૂપિયા 50,000 તથા અન્ય રકમ મળી કૂલ રૂપિયા 86,030 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાબતની જાણ શાળાનાં આચાર્યએ શહેર પોલીસ મથકે કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Next Story