Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ 11.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરો કાર લઈને ભાગ્યા

અંકલેશ્વરઃ 11.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરો કાર લઈને ભાગ્યા
X

તાલુકા પોલીસે કુલ રૂપિયા 15.50 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર તાલુકા પોલીસે ગત રાત્રિનાં સમયે નેશનલ હાઈવે ઉપર આવેલી દર્શન હોટલ પાસે રાત્રિનાં સમયે ટેમ્પોમાંથી દારૂનો જથ્થો સગે વગે કરાતો હોવાની બાતમીના આધારે તપાસ કરતાં સ્થળ ઉપરથી કેટલાંક શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી રૂપિયા 11,50,584 નો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કૂલ રૂપિયા 15,50,584નો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા બૂટલેગરોને ઝડપી પાડવાની તજવીજ હાઝ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગત રાત્રિનાં સમયે અંકલેશ્વરથી સુરત તરફનાં રસ્તા ઉપર આવેલી દર્શન હોટલ નજીક ખરોડ ગામની સીમમાં અંધારાનો લાભ લઈને કેટલાંક શખ્સો દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા હતા. જેની તાલુકા પોલીસને જાણ થતાં સ્થળ ઉપર તપાસ કરી હતી. જ્યાંથી પોલીસને જોઈને ટેમ્પો ચાલક, ક્લિનર તથા અન્ય માણસો અને એક સ્વિફ્ટ કાર જીજે-16, એજે-3855 લઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસે સ્થળ ઉપર તપાસ કરતાં ટેમ્પો નંબર એમએચ-14, બીજે-2790 માં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના બોટલ નંગ 6804 જેની કિંમત રૂપિયા 11,50,584 મળી આવ્યો હતો. જે જથ્થો કબજે લઈ ટેમ્પોની કિંમત રૂપિયા 4 લાખ મળી કુલ રૂપિયા 15,50,584નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અંધારાનો લાભ લઈ કાર લઈે ભાગી છૂટેલા બુટલેગરો અને ડેમ્પોનાં ડ્રાયવર - ક્લિનરને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Next Story