Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના સંગીત શિક્ષક રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા

અંકલેશ્વરના સંગીત શિક્ષક રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા
X

તન્મય મિશ્રા રાષ્ટ્રીય કલા ઉત્સવમાં ગુજરાતમાંથી પ્રથમ સ્થાન મેળવનાર એકમાત્ર સંગીતકાર

મૂળ અંકલેશ્વરના અને હાલ અમદાવાદની નવોદય વિદ્યાલયમાં સંગી શિક્ષક તરીકે સેવા આપતા સંગીતકાર તન્મય મિશ્રાએ તાજેતરમાં જ રાષ્ટ્રીય કલા ઉત્સવમાં પોતાની બનાવેલી મોહન વિણા પર અલગ–અલગ પાંચ વાદ્યોનું સંગીત પીરસી પ્રથમ ક્રમે વિજેતા થઇ શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય કલા ઉત્સવમાં ગુજરાતમાંથી એકમાત્ર વિજેતા થવાનું શ્રેય તન્મય મિશ્રાને ફાળે જાય છે.

તન્મય મિશ્રા આમ તો ઉત્તર પ્રદેશના બનારસના છે. તેમના પિતા એડવોકેટ છે. તન્મય મિશ્રા છેલ્લા ર૦ વર્ષથી અંકલેશ્વરમાં રહે છે અને હાલ અમદાવાદ સ્થિત નવોદય વિદ્યાલયમાં સંગીત શિક્ષક તરીકે સેવા આપે છે. સંગીતને જીવન સમર્પિત કરનાર તન્મય મિશ્રાએ પોતાની આગવી સૂઝ સાથે ‘મોહન વિણા’ બનાવીછે. જેમાં કુલ ર૭ જેટલા તાર જાડેલા છે. ‘મોહન વિણા’ દ્વારા જ તેઓ ગિટાર, વિણા, સંતૂર, સરોજ અને સિતાર જેવા પાંચ વાદ્યોનું સંગીત વગાડે છે.

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય કલા ઉત્સવ ઉજવાતા તેમાં તન્મય મિશ્રાએ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દેશભરમાંથી રર જેટલા સ્પર્ધકો તેમાં જાડાયા હતા. આ કલા ઉત્સવમાં તન્મય મિશ્રાએ પોતાની ‘મોહન વિણા’ના તાર છેડી પાંચો વાદ્યોનું સંગીત પીરસતા સંગીત પ્રેમીઓમાં છવાઇ ગયા હતા. દેશભરના સંગતજ્ઞો સામે પોતાનો જાદુ પાથરનાર તન્મય મિશ્રા રાષ્ટ્રીય કલા ઉત્સવમાં પ્રથમ ક્રમે વિજેતા થતા તેમને કેન્દ્ર સરકાર દ્વારા સન્માનિત કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે કલા ઉત્સવમાં ગુજરાતમાંથી એકમાત્ર ઝળકેલા તન્મય મિશ્રાને અમદાવાદના કલેકટર વિક્રાંત પાંડેએ ગુજરાતને ગૌરવ અપવવા બદલ સન્માનિત કર્યા હતા. જ્યારે ભરૂચને ગૌરવ અપાવવા બદલ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ પણ તન્મયમિશ્રાને સન્માનીત કરી અભિનંદન આપ્યા હતા.

Next Story