Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : એક્ઝેકટા મીકેનીકા કંપનીમાં થયેલ ચોરી પ્રકરણમાં ૪ મહિલાઓ ઝડપાઇ

અંકલેશ્વર : એક્ઝેકટા મીકેનીકા કંપનીમાં થયેલ ચોરી પ્રકરણમાં ૪ મહિલાઓ ઝડપાઇ
X

રૂપિયા ૧.૨૯ લાખના સામાનની ચોરી થવા પામી હતી.

અંકલેશ્વની એક્ઝેકટા મીકેનીકા કંપનીમાંથી રૂપિયા ૧ લાખ ૨૯ હજારના સામાનની ચોરીમાં ગણતરીના કલાકોમાં ચાર મહિલા ઓની સીસીટીવી ફૂટેજની મદદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં આવેલ એક્ઝેકટા મીકેનીકા કંપનીના કંપાઉંડમાં મુકેલ રૂપિયા ૧ લાખ ૨૯ હજારના સામાનની ગતરોજ રાતના સમયે ચોરી થઇ હતી. આ અંગે કંપની સંચાલક હસમુખ પટેલે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="66915,66916,66917"]

દરમ્યાન કંપનીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા કેટલીક મહિલા અને બાળકો ચોરીનો સમાન લઇ જતા કેમેરા ફૂટેજમાં કેદ થયા હતા. જેના આધારે તપાસ કરતા જીઆઇડીસી પોલીસને ગણતરીના કલાકોમાં ૪ મહિલાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે રાજપીપલા રોડ પર આવેલ મીરાનગર ઝૂપડપટ્ટીમાં રહેતી કીલું ચુનારા,સીતા ચુનારા,કાળી ચુનારા,બોખલ ચુનારા નામની ચાર મહિલાઓને ઝડપીપાડી હતી. પોલીસે આ મહિલાઓ પાસે થી ચોરીનો સામાન ખરીદનાર પિતા-પુત્ર સિરાજ અન્સારી અને બાબુ અન્સારીની પણ ધરપકડ કરી તેઓ પાસેથી પણ ચોરી કરેલ સ્ક્રેપનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી આરંભી હતી.

Next Story