Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના બોરીદ્રા ગામે તસ્કરો ત્રાટક્યા, રૂપિયા 1 લાખની મત્તા લઈ ફરાર

અંકલેશ્વરના બોરીદ્રા ગામે તસ્કરો ત્રાટક્યા, રૂપિયા 1 લાખની મત્તા લઈ ફરાર
X

પાનનો ગલ્લો ચલાવતો યુવક જૂનું ઘર બંધ કરી નવા ધરે ઉંઘવા ગયો અને તસ્કરો જુના ઘરમાં ધાપ મારી ગયા

અંકલેશ્વરના બોરીદ્રા ગામે તસ્કરોનો 1 લાખ રૂપિયાની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. 90 હજાર રોકડા તેમજ સોનાચાંદીના દાગીના મળી 1 લાખ ઉપરાંતની મત્તા ચોરી ફરાર ગયા હતા. જુના ઘર આગળ પાન-બીડીનો ગલ્લો ચલાવતો યુવક જૂનું ઘર બંધ કરી નવા ધરે રાત્રે ઉંઘવા માટે ગયો હતો. દરમિયાન તસ્કરોએ જુના ઘરમાં ધાપ હતી. આ મામલે શહેર પોલીસે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.

અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા ગામે ઉગમણું ફળીયામાં રહેતા ભુપેન્દ્રસિંહ ગેમલસિંહ કોસમીયા પોતાના જુના ઘર આગળના ભાગે પાનનો ગલ્લો ચલાવે છે. ગત રોજ ગલ્લો અને જૂનું ઘર બંધ કરી રાત્રીના 9:30 વાગ્યે બંધ કરી પોતાના નવા ધરે ઉંઘવા ગયો હતો. દરમિયાન તસ્કરોએ તેના જુના મકાનને નિશાન બનાવી કબાટમાં રહેલા રોકડ રૂપિયા 90 હજાર તેમજ ચાંદીના સાંકળા, 1 જોડી સોનાની કડી 1 જોડી મળી તસ્કરો 2 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. સવારે ભુપેન્દ્રસિંહ કોસમીયા ધરે પરત ફરતાં દરવાજા ખુલ્લા જોતાં ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તેણે તરત જ શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે રૂપિયા 1 લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધી એફ.એસ.એલ, ડોગ સ્કોર્ડ, તેમજ ફિગર પ્રિન્ટ એક્ષર્ટની મદદ વધુ તપાસ આરંભી હતી.

Next Story