Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં,જાણો શુંછે સમસ્યા

અંકલેશ્વર: ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં,જાણો શુંછે સમસ્યા
X

અંકલેશ્વર ખાતે રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.માં જવાનો માર્ગ સ્થાનિકો દ્વારા બંધ કરાતા વાલિયા ચોકડી નજીક વાહનોનું ભારણ વધ્યું છે. મુખ્ય માર્ગ પર સ્થાનિકોએ એંગલ લગાવી દેતા મોટા વાહનો પસાર થઈ શકતા નથી જેના કારણે ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓને અસર થઈ રહી છે.

અંકલેશ્વર નોટીફાઈડ એરિયા દ્વારા રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી. તરફ જવાના માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો દ્વારા ભારે વાહનોનું આવન જાવન બંધ કરવા એન્ગલ લગાવી દીધી છે અને માત્ર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો જ જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. જેના પગલે વાલિયા ચોકડી નજીક વાહનોનું ભારણ વધ્યું છે.

અને સાંજના સમયે તેમજ પીક અવર્સમાં ટ્રાફિક જામ જોવા મળે છે. સ્થાનિકોએ જે સ્થળે એંગલ લગાવી છે અને જીઆઈડીસી અને નોટિફાઇડ એરિયામાં જવાનો મુખ્ય માર્ગ છે પરંતુ મોટા વાહન અહીથી પસાર ન થઈ શકતા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓએ હાલાકી વેઠવી પડે છે.

વાલિયા ચોકડી પર ટ્રાફિક જામ અને લાંબો ફેરાવો થતાં સમય અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે તો સાથે જ જેતે સમાન સમય પર તેના નિર્ધારિત સ્થળે પહોચી શકતો નથી અને ટ્રાન્સપોર્ટરોએ આર્થિક ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર સ્થાનિકોના માર્ગના સમારકામની માંગ ત્વરિત સ્વીકારે એવી ટ્રાન્સપોર્ટરો માંગ કરી રહ્યા છે.

Next Story