અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રીજ નજીકમાં ગત મોડી રાતે પસાર થતા એક ટેન્કરમાં આગ ભભૂકવાની ઘટના બનવા પામી હતી. જો કે નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલ પોલીસ કર્મીની સતર્કતાથી ચાલકનો બચાવ તેમજ આગ વધુ વકરે તે પહેલા જ ફાયર ફાઇટરોએ તેના ઉપર કાબુ મેળવાયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર તા.૬ની મધ્ય રાત્રીએ ૧૨ કલાકની આસપાસ પાનોલી તરફથી અંકલેશ્વર તરફ આવતા ટેન્કર નંબર GJ-16-W-5272ના એન્જીનમાં કોઇ કારણોસર એકાએક આગ ભભૂકતા એક સમયે આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા. તે જ સમયે નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ અંકલેશ્વર પોલીસના જવાન અજય મકવાણા પણ વાલિયા ચોકડી પાસેથિ પસાર થતા હતા. તેમણે બ્રીજ ચઢતા પહેલા આવતા વેલકમના બોર્ડ નજીક એક ટેન્કર સળગતું જોઇ તુરંત તેની જાણ કરતા તેમજ ટેન્કર ચાલકને કુદી પડવા કહેતા તેનો જીવ બચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટનામાં ટેન્કરના એન્જીનમાં આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે. તેમજ ઘટના અંગે કોઇ પોલીસ ફરીયાદ પણ નોંધાવા પામી હોવાની માહિતિ જાણવા મળેલ નથી.

LEAVE A REPLY