Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ સિનિયર સીટીઝન પાર્ક ખાતે યોજાયી વોલ પેંટિંગ સ્પર્ધા

અંકલેશ્વરઃ સિનિયર સીટીઝન પાર્ક ખાતે યોજાયી વોલ પેંટિંગ સ્પર્ધા
X

આ સ્પર્ધામાં અંકલેશ્વરની કુલ 16 હાઈસ્કૂલના વિદ્યાર્થીઑએ ભાગ લીધો છે.

અંકલેશ્વર જવાહર બાગ સામે સિનિયર સીટીઝન પાર્ક ખાતે ગુજરાત સરકાર અને નગરપાલિકા અંકલેશ્વર તથા અસ્મિતા ગ્રુપ અંકલેશ્વર દ્વારા આયોજિત યોગ અને ફિટનેસની જાગૃતિ માટે વોલ પેંટિંગ સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી.

અસ્મિતા ગૃપ દ્વારા પહેલ કરવામાં આવતાં યોજાયેલી આ સ્પર્ધામાં અંકલેશ્વરની કુલ 16 હાઈસ્કૂલના વિદ્યાર્થીઑએ ભાગ લીધો છે. જેમાં 25 બ્લોક (વોલ)ની સ્પર્ધા યોજાવાની છે.

પ્રથમ 3 વિજેતા વિદ્યાર્થીઓને પ્રાઈઝ તથા સર્ટિફિકેટ અપાશે. જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે.

વોલ પેંટિંગ સ્પર્ધામાં પ્રદીપભાઈ દોશી કન્વીનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સ્પર્ધાને ખુલ્લી મૂકતાં નિત્યાનંદ હોસ્પિટલના ડૉ.નિલેશ દેસાઈ, અંકલેશ્વર પાલિકાનાં પ્રમુખ દક્ષાબેન શાહ તથા કારોબારી ચેરમેન સંદીપ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Next Story