Connect Gujarat
Featured

અંકલેશ્વર : નોન સ્ટોપ સ્કેટીંગમાં છાત્રોએ બનાવ્યો વિશ્વ વિક્રમ

અંકલેશ્વર : નોન સ્ટોપ સ્કેટીંગમાં છાત્રોએ બનાવ્યો વિશ્વ વિક્રમ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કોચ સહિત વિદ્યાર્થીઓએ કર્ણાટક ખાતે યોજાયેલ નોનસ્ટોપ સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લઈ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

અંકલેશ્વર શહેરમાં આવેલા ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કોચ સહિત 6 વિદ્યાર્થીઓએ કર્ણાટકના બેલગાંવ ખાતે સેવ ગંગા સ્કેટિંગ રોરલ ક્લબ દ્વારા યોજાયેલ નોનસ્ટોપ સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે આ સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ બદલ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

તાજેતરમાં જ કર્ણાટકના બેલગાંવ ખાતે સેવ ગંગા સ્ટેકીંગ રોરલ ક્લબ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની નોનસ્ટોપ સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી આવેલ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કોચ હેમાંગ સોની અને વિદ્યાર્થી રૂદ્ર રાવલ, જીયા શાહ, અનુશ્રી ગૌસ્વામી, ક્રિશ પટેલ, હેમાંશું પટેલે ભાગ લીધો હતો. જેમાં તમામ સ્પર્ધકોએ નોનસ્ટોપ સ્કેટિંગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, ત્યારે કોચ અને વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કો-ઓડીનેટર ક્રિષ્ના મહારાઉલજી સહીત સંચાલકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Next Story