• જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વર રાજપીપલા રોડ પર આદર્શ સોસાયટીના પાછળના ભાગે રેલ્વે ટ્રેક પાસેની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય  માહિતી મુજબ અંકલેશ્વરની આદર્શ સોસાયટી પાછળના રેલ્વે ટ્રેક પાસે આવેલ ખુલ્લી જગ્યામાં મૂળ બિહારના ભાગલપુર જિલ્લાનો અને હાલ જીઆઇડીસીમાં પાંચસો ક્વાટર ખાતે રહેતો ૨૭ વર્ષીય સુધીર મંડલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ જીઆઇડીસી પોલીસ મથકમાં કરાતા પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક સુધીર મંડલના મૃતદેહને પૉસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તેનું મોત કેવી રીતે નીપજ્યું ? તે અહીં કેમ આવ્યો? વિગેરે બાબતો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY