Connect Gujarat
Featured

પુલવામામાં વધુ એક આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDથી ભરેલી કારનો કર્યો ધડાકો

પુલવામામાં વધુ એક આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDથી ભરેલી કારનો કર્યો ધડાકો
X

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવા હુમલાના વધુ એક કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. સેનાએ પુલવામાના અયાનગુંડ વિસ્તારમાં એક સેન્ટ્રો કારમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થો મેળવ્યા હતા. આ કારમાં આઈઈડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોને કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી અને જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.

કારને તેના સ્થળથી દૂર લઈ જવી શક્ય નહોતી અને તેથી સુરક્ષા દળોએ ત્યાં નિયંત્રિત વિસ્ફોટ કરીને કારને ઉડાવી દીધી હતી. આ કાર એટલી મોટી માત્રામાં વિસ્ફોટકોથી ભરેલી હતી કે જ્યારે તે ફૂંકી દેવામાં આવી ત્યારે તેની આજુબાજુના ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું હતું અને મોટા ધડાકાઓનો અવાજ સંભળાયો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે માહિતી આપી હતી કે પોલીસ અને સુરક્ષા દળોને બાતમી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ અન્ય એક આતંકી હુમલાની ફિરાકમાં છે. આ માહિતી હેઠળ એ પણ જાણવા મળ્યું હતું કે વિસ્ફોટક સફેદ સેન્ટ્રોમાં લાવવામાં આવી રહ્યો છે. આજે જ્યારે વિસ્તારની તપાસ દરમિયાન પોલીસે શંકાસ્પદ કારની નજર કરી અને તે જ નંબર મળ્યો ત્યારે વાહનને તાત્કાલિક ઘેરી લેવામાં આવ્યું હતું. આતંકવાદી કાર છોડીને ભાગી ગયો હતો અને કારમાં આશરે 50 કિલો વિસ્ફોટક રાખ્યો હતો.

વિજય કુમારે માહિતી આપી હતી કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ આતંકવાદીઓની શોધમાં લાગી છે. આ હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવવા બદલ તેમણે સીઆરપીએફ અને આર્મીનો આભાર પણ માન્યો હતો.

સુરક્ષા દળોએ સફેદ રંગની આ સાન્ટ્રો કારને શંકાસ્પદ હાલતમાં અયાનગુંડ વિસ્તારમાં ઝડપી લીધા બાદ તેને એ સ્થળેથી અન્ય સ્થળે લઇ જવાનો પ્રયાસ કરવા પર તે માર્ગમાં વિસ્ફોટ થઈ શકે છે, જેથી તેઓએ તે જ જગ્યાએ તેને નિયંત્રણમાં લઈને ઉડાવી દીધી હતી. આ પહેલા આસપાસના વિસ્તારો ખાલી કરવવામાં આવ્યા હતા કારણ કે કારમાં વિસ્ફોટકોનું પ્રમાણ એટલું વધારે હતું કે તેનાથી તબાહી મચી સકતી હતી.

Next Story