અંકલેશ્વર : લોકડાઉનમાં પોતાની ગાયકીના શોખને “અનલોક” કરતાં અનિરૂત જોલી

0

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી લોકડાઉન આપવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન અનેક લોકોએ ઘરમાં રહી પોતાનામાં રહેલાં કલાકારને ઉજાગર કર્યો હતો. એક બિઝનેસ વુમન પર વ્યસ્ત જીંદગીમાં થોડો સમય કાઢી પોતાની કળા તથા શોખને આગળ ધપાવતી હોય છે. અમે તમને મળવવા જઇ રહયાં છે આવા જ એક બિઝનેસ વુમન અને અંકલેશ્વરના રહેવાસી અનિરૂત જોલીને ….

માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. બે મહિનાથી વધુ સમય માટે ચાલેલા લોકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયાં હતાં. લોકડાઉન દરમિયાન કેટલાય લોકો ઘરોની બહાર નીકળ્યાં હતાં અને કોરોના વાયરસથી સંક્રમિત થયાં હતાં. જયારે કેટલાય લોકોએ લોકડાઉનનો સદઉપયોગ કર્યો અને પોતાનામાં છુપાયેલી કળાને બહાર લાવી હતી. લોકડાઉનનો સદઉપયોગ કરનાર એક મહિલા એટલે અંકલેશ્વરના અનિરૂત જોલી… અનિરૂત જોલી નાનપણથી ગાયકી અને સંગીતનો શોખ ધરાવે છે. તેમની ગણના અંકલેશ્વરના નામી બિઝનેસ વુમન તરીકે થાય છે. બિઝનેસ વુમન હોવાના કારણે તેઓ સતત તેમના કામમાં વ્યસ્ત રહે છે. સમયની વ્યસ્તતા વચ્ચે તેમણે લોકડાઉનમાં પોતાના ગાયકીના શોખને જીવંત કરવાનો મનોમન નિર્ધાર કર્યો અને ગુજરાતી કહેવત મન હોય તો માળવે જવાયને સાર્થક કરી છે.

હાલ તેમણે યુ ટયુબ ઉપર પોતાની ચેનલ પર રૂઠે હો તુમ નામનું વિડીયો આલ્બમ રીલીઝ કર્યું છે. અનિરૂત જોલીની યુ ટયુબ ચેનલમાં કિશોર કુમાર સહિતના નામી કલાકારોના સુપરહીટ ગીતોનો રસાસ્વાદ માણી શકાય છે. સોલા બરસ કી બાલી ઉમરકો સલામ, રીમઝીમ ગીરે સાવન, આજકલ પાવ જમીન પર અને મેરી યાદ મે સહિતના ગીતોને પોતાના સુમધુર કંઠે અનિરૂત જોલીએ જીવંત કર્યા છે. એક ગાયક હોવાની સાથે તેઓ એક સંગીતકાર પણ છે અને હારમોનિયમ પણ સારી રીતે વગાડી શકે છે. મન મકકમ હોય તો માનવી ગમે તેવા પડકારોનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ અનિરૂત જોલીએ પુરૂ પાડયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here