Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોડાસાની હરિઓમ સોસાયટીમાં પીવાના પાણીની તંગી, રહીશોએ માટલાં ફોડ્યા

અરવલ્લી : મોડાસાની હરિઓમ સોસાયટીમાં પીવાના પાણીની તંગી, રહીશોએ માટલાં ફોડ્યા
X

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગ્રામ પંચાયત

સંચાલિત હરિઓમ સોસાયટી અને અન્ય સોસાયટીઓમાં

ભર શિયાળે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. રહેણાંક સોસાયટીમાં પીવાના પાણી

સમસ્યા સર્જાતા રહીશોમાં રોષ વ્યાપ્યો છે.

મોડાસાની હરિઓમ સોસાયટીની

મહિલાઓએ સાયરા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ હાય હાયના નારા લગાવી માટલાં ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ

અંગે ગ્રામ પંચાયત સહિત ઉચ્ય કક્ષાએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ

જિલ્લાના ત્રણ મુખ્ય જળાશયો વરસાદી પાણીથી છલોછલ થયા છે, તેમ છતાં પીવાના પાણીની સમસ્યા વર્તાઇ રહી છે.

જેને લઇ સાયરા ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવતી

સોસાયટીઓમાં પાણીની પોકાર ઉઠવા લાગી છે. આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે હવે જોવું રહ્યું.

Next Story