Connect Gujarat
ગુજરાત

તમારા પરિવારના સભ્યો ફસાયા છે ચીનમાં? સરકાર દ્વારા જાહેર કરાયેલ નંબર પર કરો સંપર્ક!

તમારા પરિવારના સભ્યો ફસાયા છે ચીનમાં? સરકાર દ્વારા જાહેર કરાયેલ નંબર પર કરો સંપર્ક!
X

કોરોના વાઇરસને લઈને

મુખ્યમંત્રી વિજય રૂપાણી એક્શનમાં આવ્યા છે. ચીનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની

સંપૂર્ણ વિગતો મેળવી તેઓને તમામ સહાયતા કરવા મુખ્ય સચિવ અનિલ મૂકીમને સૂચનાઓ પાઠવી

છે.

આ માટે વહીવટી તંત્ર

દ્વારા હેલ્પલાઇન નંબર પર જારી કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી

ઓપરેશન સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેના દ્વારા ચીનમાં ફસાયેલ

વિદ્યાર્થીઓના વાલીઓ અને પરિવારો બાળકોને પરત લાવવાની વ્યવસ્થાઓ અને ત્યાંની વિગતો

માટે સંપર્ક કરી શકશે.

કંટ્રોલ રૂમના

સંપર્કની વિગતો નીચે મુજબ છે

  • સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમ માટે : ૦૭૯-૨૩૨૫૧૯૦૦

  • નાયબ કલેકટર : ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩

  • મામલતદાર : ૯૯૭૮૪૦૫૭૪૩

વાલીઓ અને પરિવારો પોતાના વિદ્યાર્થીઓ અને ફસાયેલા

લોકોની જાણકારી સંપર્ક દ્વારા આપી શકશે.

કોરોનાવાયરસને કારણે

સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચીનમાંથી આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો

તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર

વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના મુખ્યમંત્રીએ

મુખ્ય સચિવને આપી છે.

આ હેતુસર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચીનમાંથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓનું સંકલન હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓના ગુજરાત-ભારત પરત આવ્યા બાદ જરૂર જણાય તો આરોગ્ય સારવાર અને પરિક્ષણ પૂરું પાડવામાં આવશે જેના માટે પણ સંપર્ક નંબર જાહેર કરાયો છે.

આ માટે આરોગ્ય વિભાગમાં ડૉ. ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬ તથા ૦૭૯-૨૩૨૫૦૮૧૮ ટેલિફોન

નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.

Next Story