Connect Gujarat
Featured

મહારાષ્ટ્ર : અર્નબ ગોસ્વામીને 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, અલીબાગના કોવીડ કેન્દ્રમાં વિતાવી રાત

મહારાષ્ટ્ર : અર્નબ ગોસ્વામીને 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, અલીબાગના કોવીડ કેન્દ્રમાં વિતાવી રાત
X

ઇન્ટિરીયર ડિઝાઇનરની આત્મહત્યાના કેસમાં ધરપકડ કરાયેલા રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામીને એક સ્થાનિક શાળામાં રાત વિતાવવી પડી છે. શાળાને અલીબાગ જેલના કોવિડ -19 કેન્દ્ર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગની અદાલતે બુધવારે ગોસ્વામી અને અન્ય બે આરોપીઓને 18નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખ્યા છે, મહારાષ્ટ્ર પોલીસે 2018ના આત્મહત્યા પ્રકરણ મામલે અર્ણબ ગોસ્વામીની 14 દિવસની કસ્ટડી માંગી હતી. જેમાં કોર્ટે ન્યાયાધીશની સમક્ષ પૂછપરછ કરવા 14 દિવસ ફાળવ્યા છે.

બુધવારે રાત્રે ગોસ્વામીને તબીબી તપાસ માટે શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબી તપાસ પછી, તેને અલીબાગ મ્યુનિસિપલ કાઉન્સિલ સ્કૂલ ખાતે લઈ જવામાં આવ્યો, જેને અલીબાગ જેલના કોવિડ -19 કેન્દ્ર તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જ્યાં અર્નબ ગોસ્વામીને આખી રાત વિતાવી પડી હતી.

રિપબ્લિક ટીવી દ્વારા લેણાંની ચૂકવણી નહીં કરવા બદલ આર્કિટેક્ટ-ઇન્ટિરીયર ડિઝાઇનર અન્વય નાઈક અને તેની માતાની આત્મહત્યા કરવા સંદર્ભે ગોસ્વામી અને અન્ય બે સામે આઈપીસીની કલમ 306 અને 34 હેઠળનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય બે આરોપી ફિરોઝ મોહમ્મદ શેખ અને નીતેશ સારાડાને પણ બુધવારે અલીબાગ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

નાયકે પોતાની સ્યુસાઇડ નોટમાં ગોસ્વામી, શેઠ અને સારાદાના નામનો ઉલ્લેખ કર્યો છે. ગોસ્વામીની જામીન અરજી પર સુનાવણી ગુરુવારે અલીબાગ કોર્ટમાં થશે. 2 નવેમ્બરના રોજ, ગોસ્વામીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે આ કેસની એફઆઈઆર રદ કરવામાં આવે. જેની સુનાવણી ગુરુવારે જસ્ટિસ એસ.કે. શિંદે અને જસ્ટિસ એમ.એસ. કર્ણિકની બેંચ દ્વારા કરવામાં આવશે.

જણાવી દઈએ કે રાયગઢ પોલીસની ટીમે બુધવારે સવારે મુંબઇના લોઅર પરેલ સ્થિત એક ઘરમાંથી અર્નબ ગોસ્વામીની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા તેને પોલીસ વાનમાં ધકેલી દેવામાં આવ્યો હતો. અર્નબે પોલીસે હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત ફરજ બજાવતા પોલીસ અધિકારીને અટકાવવા, હુમલો કરવા, મૌખિક રીતે દુર્વ્યવહાર કરવા અને ધમકાવવા બદલ મુંબઇ પોલીસે ગોસ્વામી, તેની પત્ની, પુત્ર અને બે અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી છે.

Next Story