Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : નવરાત્રીને ઉજવવા માટે સજજ બની રહેલા ગરબા રસિકો

અરવલ્લી : નવરાત્રીને ઉજવવા માટે સજજ બની રહેલા ગરબા રસિકો
X

યુવાવર્ગમાં અતિ પ્રિય એવા નવરાત્રીના પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ગરબા રસિકો ગરબા મેદાનોમાં છવાઇ જવા માટે અવનવા સ્ટેપ શીખી રહયાં છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા ઉમીયા માતાજીના મંદિરમાં અત્યારથી ગરબાની ગુંજ ગુંજી રહી છે. નવરાત્રી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ ગરબ રમવા માટે આતૂર બન્યા છે.. અવનવા ગરબાના સ્ટેપ્સ શિખવા માટે ખલૈયાઓ પરસેવા પાડી રહયાં છે. અરવલ્લી જિલ્લામાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે હવે તૈયાર છે. વર્ષોથી નાસિકમાં ગરબા શિખવાડતા જીગરભાઈ આ વર્ષે મોડાસામાં ખેલૈયાઓને ગરબા શીખવાડવા માટે આવ્યા છે. ચાલુ વર્ષે બરોડા સિક્સ, કોયલ, પંગત, સંગાથ, હિંસ, હુડો, લટકો, રંગીલો, તાલ, સનેડો, એમ.એ.ફિફ્ટીન વગેરે જેવા અવનવા સ્ટેપ્સ સાથે રસિકો ગરબા મેદાનોમાં છવાઇ જવા તત્પર બન્યાં છે. છેલ્લા વીસ દિવસથી ખેલૈયાઓ નવા નવા સ્ટેપ્સ શીખીને નવરાત્રીની આતુરતાથી રાહ જોઇ રહયાં છે.

Next Story