અરવલ્લી : રસ્તાઓ પર મળી રહ્યા છે માર્કાવિનાના હેલ્મેટ, પણ ચાલકોની વધુ પસંદ ISI માર્કાવાળુ હેલ્મેટ

0
71

સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અને પીયુસી સાથે રાખવું ફરજિયા બને છે ત્યારે લોકો હેલ્મેટની ખરીદીમાં લાગી ગયા છે. અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર હેલ્મેટ મળી રહ્યા છે, પણ લોકો આઈએસઆઈ માર્કાવાળું હેલ્મેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

રસ્તાની આજુબાજુ પણ લારી-ગલ્લાઓમાં હેલ્મેટ મળી રહ્યા છે, પણ તેની ક્લોલિટી સારી ન હોવાથી લોકોને અનુકુળ ઓછું આવતું હોવાનું જાણવા મળ્યું છે. હાલ બજારમાં આઈએસઆઈ માર્કાવાળા હેલ્મેટનો ભાવ પાંચસો થી પંદરસો રૂપિયા સુધી મળી રહ્યા છે. જેમાં મહિલાઓ માટે નવા નવા હેલ્મેટની માંગ વધી છે, તો સ્પોર્ટ્સ હેલ્મેટ વધુ પસંગ કરી રહ્યા હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું. માત્ર કાયદાનો અમલ કરવા માટે લોકો સસ્તા અને માર્કા વિનાના હેલ્મેટ ખરીદી રહ્યા છે અને બજારમાં પણ તેનો રાફડો ફાટી નિકળ્યો છે. જેથી કેટલાક લોકો આવા હેલ્મેટ ખરીદી કરતા નજરે પડ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here