અરવલ્લી : દુધ સંજીવની યોજનાનું દુધને નદીમાં વહેડાવી દેવાય છે, વીડીયો વાઇરલ

અરવલ્લી જિલ્લાની સરકારી શાળામાં દૂધ પહોંચાડતી કોન્ટ્રાક્ટ એજન્સી અને શિક્ષકોની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મેઘરજ તાલુકાની પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજના દ્વારા વિદ્યાર્થીઓ માટે આવતું દૂધ યોગ્ય વિતરણ વ્યવસ્થાને અભાવે વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.
આજકાલ સોશિયલ મીડિયામાં દૂધ સંજીવનીના દૂધની થેલીનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં જોઇ શકાય છે કે, દૂધ સંજીવની યોજના દૂધના જથ્થાને નદીમાં વહેવડાવીને નાશ કરવામાં આવી રહ્યો છે. બાળકોના પેટમાં જવાના બદલે અમૃત સમાન દૂધ નદીમાં વહાવી દેતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓમાંથી કુપોષણ દૂર થાય અને બાળકોને પોષ્ટિક આહાર મળે તે હેતુસર સરકાર દુધ સંજીવની યોજના દ્વારા શાળાઓમાં દૂધ આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારી અને શિક્ષકોની નિષ્કાળજીના કારણે દૂધનો આ જથ્થો બગડી જતો હોવાનું મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે.