અરવલ્લી : બાયડની પેટા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં પડ્યું ગાબડું, ૩૦૦ કાર્યકરોએ પહેર્યો ભાજપનો ખેસ

New Update
અરવલ્લી : બાયડની પેટા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં પડ્યું ગાબડું, ૩૦૦ કાર્યકરોએ પહેર્યો ભાજપનો ખેસ

અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક માટે યોજાનાર ચૂંટણી પ્રચાર તેજ થયો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યા છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. માલપુર તાલુકામાં ૩૦૦ જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેરી લીધો છે.

અરવલ્લી જિલ્લાના માલપુરમાં ભાજપ કાર્યાલયના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી રમીલા બારાની હાજરીમાં કોંગી કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. બાયડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા તેમજ કોંગ્રસના જશુ પટેલ સહિત કુલ ૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તો બીજી તરફ એનસીપીના ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિકોણીય જંગ થવાની પણ શક્યતાઓ છે. અરવલ્લી જિલ્લા પ્રમુખ રણવિરસિંહ ડાભી તેમજ સાસંદ દીપસિંહ રાઠોડએ ભાજપમાં જોડાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓને આવકાર્યા હતા.

Latest Stories