Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: ભિલોડાની ક્રિષ્નાના લાંબા વાળે જમાવ્યું આકર્ષણ,વાળની લંબાઈ ૫.૯ ઇંચ

અરવલ્લી: ભિલોડાની ક્રિષ્નાના લાંબા વાળે જમાવ્યું આકર્ષણ,વાળની લંબાઈ ૫.૯ ઇંચ
X

મોડાસાના સાયરા ગામની વતની નિલાંશી પટેલ માથાના સૌથી વધુ લાંબા વાળ માટે ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે ભિલોડા ખાતેની કોટેજ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા મીનાબેનની દીકરીના વાળની લંબાઈએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

અરવલ્લી ભિલોડા ખાતે દરજી કામ સાથે સંકળાયેલ પિતા કમલેશભાઈ પંચાલની દીકરી ક્રિષ્ના લાંબા વાળ ધરાવતી હોવાથી ચર્ચાનો વિષય બની છે. ક્રિષ્ના શાળામાં કે નગરમાં નીકળી હોય ત્યારે જો કોઈને નજર ક્રિષ્નાના લાંબા વાળ પર પડી જાય તો તેઓ પણ તેના વાળની લંબાઇને જોતા જ રહી જાય છે.

ક્રિષ્નાના વાળ અંગે માતા મીનાબહેને જણાવ્યું હતું કે, ક્રિષ્નાના વાળ ૫.૯ ઇંચ લાંબા છે. દર રવિવારે વાળ ધોવા તેઓ દીકરીને મદદ કરે છે. ઘણાં વર્ષો સુધી વાળની માવજત માટે હર્બલ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આ પ્રેરણા તમને કયાંથી મળી ? સવાલના જવાબમાં મીનાબહેને સુંદર જવાબ આપતા કહ્યું કે, જો મોડાસાના સાયરા ગામની નિલાંશી પટેલ માથાના સૌથી વધુ લાંબા વાળ માટે ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું હોય તો મારી ક્રિષ્ના માટે પણ જે કરવાનું હોય તેના માટે હું તૈયાર છું. બસ આજ જ વાતને લઇને ક્રિષ્નાના માતા પિતાએ ગ્રીનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાની પ્રક્રિયા હાથ ધરવા માહિતી એકઠી કરવાની શરૂ કરી છે.

મોડાસાના સાયરા ગામની વતની નિલાંશી પટેલ હાલ તેના લાંબા વાળ માટે ગિનિસ બુકમાં નામ નોંધાવી ચૂકી છે. વિશ્વ કક્ષાએ નિલાંશી પટેલના નામની ચર્ચા તેના લાંબા વાળ માટે થાય છે. હાલમાં રાજસ્થાન ખાતે આઈપીએલની મેચમાં તેને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે વધુ એક સિદ્ધિ મેળવવા અને અરવલ્લી સહિત ગુજરાત તેમજ દેશનું નામ રોશન કરવા ક્રિષ્ના યથાર્થ મહેનત કરી રહી છે.

Next Story