Connect Gujarat
Featured

અરવલ્લી : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, અસદુદ્દીન ઓવેસીની AIMIM પાર્ટીમાં કોંગી કાર્યકરો જોડાયા

અરવલ્લી : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, અસદુદ્દીન ઓવેસીની AIMIM પાર્ટીમાં કોંગી કાર્યકરો જોડાયા
X

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તો નવાઈ નહીં. આમ આદમી પાર્ટી બાદ હવે અસદુદ્દીન ઓવેસીની AIMIM પાર્ટીની પણ જિલ્લામાં એન્ટ્રી થઈ ચૂકી છે. આજરોજ બેઠક દરમ્યાન કોર્પોરેટર સહિત 50 જેટલા કોંગી કાર્યકરો AIMIM પાર્ટીમાં જોડાયા હતા.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના મજબૂત દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટી બાદ હવે અસદુદ્દીન ઓવેસીની AIMIM પાર્ટીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં તો જોડાઇ રહ્યા છે, તો બીજી તરફ ગુરુવારના રોજ અસદુદ્દીન ઓવેસીની AIMIM પાર્ટીની બેઠકમાં 50 જેટલા કૉંગી કાર્યકરો હાજર રહ્યા હતા.

જેમાં કોંગ્રેસના 2 કોર્પોરેટર અને 2 અપક્ષના કોર્પોરેટર સહિત 50 જેટલા કાર્યકરો AIMIM પાર્ટીમાં જોડાયા હતા, ત્યારે મખદુમ હાઈસ્કૂલના હોલ ખાતે આયોજિત બેઠકમાં AIMIMના પ્રદેશ મંત્રી હમીદ ભટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠક દરમ્યાન હમીદ ભટ્ટીએ દાવો કરતાં જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં 400થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અસદુદ્દીન ઓવેસીની AIMIM પાર્ટીમાં જોડાશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story