Connect Gujarat
ગુજરાત

અરવલ્લીના મોડાસામાં ૪૭ વર્ષની ઉંમરે વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ કર્યું રોશન

અરવલ્લીના મોડાસામાં ૪૭ વર્ષની ઉંમરે વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ કર્યું રોશન
X

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 47 વર્ષની ઉંમરે વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

અરવલ્લી જિલ્લાના સામાજિક સમરસતા સમિતિના સંયોજક ચંદ્રકાન્ત પટેલને ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ એનાયત થયેલ છે. CRF કોઓર્ડીનેટર મૌલિક ભટ્ટના વરદ હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. ભણવા માટે ઉમરનો કોઈ બાધ નથી એવું જણાવી લોકોને પોતાના મનગમતા વિષયમાં અભ્યાસ કરી સમગ્ર સમાજ માટે મદદ રૂપ થવા હાકલ કરી હતી.

વાસ્તુશાસ્ત્ર જાણવાની પ્રેરણા ક્યાંથી મળી તેના પ્રત્યુતરમાં ચંદ્રકાંત પટેલે જણાવ્યું કે, વાસ્તુ શાસ્ત્રમાં ભૂમિના પ્રકાર વર્ણવ્યા છે જે બ્રાહ્મણ ભૂમિ, વૈશ્ય ભૂમિ, ક્ષત્રિય ભૂમિ અને શુંદ્ર ભૂમિ. આ ચાર પ્રકારોનો તલસ્પર્શી અભ્યાસ કરવા વાસ્તુ શાસ્ત્રનો કોર્સ કરવાની તાલાવેલી જાગી.

Next Story