અરવલ્લી : ખેડૂતોની આશા પર વેપારીઓનો પાવડો ફર્યો, કપાસના 800 રૂપિયા સુધીના ભાવથી પડતા પર પાટૂ

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદે મગફળી તેમજ કપાસના પાકને મબલક નુકશાન પહોચાડ્યું છે, તેની હવે સીધી અસર ઉત્પાદનના વેચાણ ઉપર જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસના પૂરતા ભાવ ન મળતા જગતનો તાત મૂંજવણમાં મુકાયો છે.
મોડાસા માર્કેટ યાર્ડ ખાતે હરાજીમાં ખેડૂતોને કપાસના
700 રૂપિયાથી 900 રૂપિયા સુધી મળી રહ્યો છે. તો
બીજી તરફ માર્કેટમાં
આવતા ખેડૂતોનો માલ બારોબાર
વેપારીઓ ઓછા ભાવે ખરીદતા હોવાની પણ
માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
કેટલાક ખેડૂતોનો સંપર્ક કરતાં જાણવા
મળ્યું હતું કે, ખેડૂતો માર્કેટમાં પ્રવેશતાની સાથે તેઓને વેપારીઓ
બોલાવી લે છે, અને વેપારીઓ 750થી 850
રૂપિયા સુધીનો ભાવ આપી રહ્યા છે, જેથી ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
રાજ્યભરમાં એક તરફ વરસાદે
ખેડૂતોનો પાક બગાડી દીધો છે, ત્યારે બીજી તરફ વેપારીઓ
ઓછો ભાવ આપી રહ્યા છે, જેથી
ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને આશા હતી કે, તેઓને 1100 રૂપિયાની આસપાસ ભાવ મળે, પણ
તેના પર વેપારીઓનો પાવડો ફરી વળતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો છે.