Connect Gujarat
Featured

અરવલ્લી : ઈસરોમાં ISO-2 ક્ષેત્રની પરીક્ષામાં ગોઢા ગામની દીકરીએ પ્રથમ ક્રમ મેળવી રોશન કર્યું દેશનું નામ

અરવલ્લી : ઈસરોમાં ISO-2  ક્ષેત્રની પરીક્ષામાં ગોઢા ગામની દીકરીએ પ્રથમ ક્રમ મેળવી રોશન કર્યું દેશનું નામ
X

વિદ્યાર્થી તરીકે ઇસરોમાં કામ કરવાની તક મળે તો બીજું શું જોઈએ..! બસ આવું જ સપનું સાકાર થયું છે, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની એક દીકરીનું… એક કહેવત છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, ત્યારે અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતી ત્વિષા ચૌધરીએ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2 ક્ષેત્રની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં અભ્યાસ કરતી અને મેઘરજ તાલુકાના ગોઢા ગામની વતની ત્વિષા ચૌધરીએ નોંધપાત્ર સિદ્વિ હાંસલ કરી છે. ત્વિષાએ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2 ક્ષેત્રની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જોકે ઈસરો દ્વારા યોજવામાં આવતી ટ્રેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા કરવા માટે પણ ત્વિષાને આમંત્રણ મળ્યુ છે. ત્વિષાએ જણાવ્યુ હતું કે, સૌપ્રથમ તે જ્યારે ધોરણ 5માં અભ્યાસ કરતી હતી, ત્યારે તેણે ઇસરોની પરિક્ષા વિષે સાંભળ્યુ હતું. અમદાવાદ સાયન્સ સીટી દ્વારા ઇસરોના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ઉપસ્થિત ઇસરોમાં ફરજ બજાવી રહેલા વૈજ્ઞાનિક હાજર હતા જેઓની પાસે ત્વિષાએ આ પરિક્ષા વિષે માહિતી મેળવી હતી.

સૌપ્રથમ નેશનલ સ્પેસ સાયન્સની પરિક્ષા પાસ કરી ત્વિષા ચૌધરી ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ માટે સિલેક્ટ થયી હતી. 3 વખત નિષ્ફળતા બાદ ધોરણ 11માં ફરીથી પ્રયાસ કરતા ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડની પરીક્ષામાં અવ્વલ સ્થાન પ્રાપ્ત થયું છે. જોકે ત્વિષાની અથાગ મહેનત અને પરિશ્રમનું ચંદ્રયાનના ઉડાનની કામગીરી માટેનું સપનું સાકાર કરી શકે છે. ત્વિષાને ગુજરાતી સાહિત્ય પ્રત્યે પણ ખૂબ જ લગાવ હોવાથી તે કવિતા પણ લખી જાણે છે. આ કવીતા થકી કલા ઉત્સવ દરમ્યાન રાજ્યમાં નામના મેળવી ચૂકી છે, ત્યારે ત્વિષાની આ સિદ્ધિ બદલ પરિવારમાં પણ ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.

જોકે, આગામી ઓગષ્ટ માસમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ મેઇન્સની પરીક્ષા લેવામાં આવશે. જો તેમાં ત્વિષા સફળ થાય તો તેને ઈસરો તરફથી જોબની ઓફર કરવામાં આવશે. જેમાં પ્રથમ 3 વર્ષ સુધી તેને થીયરી એન્ડ પ્રેક્ટીકલ ટ્રેનીંગ આપવામાં આવશે અને ત્યારબાદ ઇસરોમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદ કરવામાં આવશે. ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ પરિક્ષા દર 2 વર્ષે યોજાતી હોય છે. સમગ્ર ભારતમાંથી 250ની આસપાસ વિદ્યાર્થીઓ અરજી કરે છે. જેમાંથી 10 વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમની કસોટી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી પણ 3 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે. ચાલુ વર્ષે લેવાયેલ પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતી ત્વિષા ચૌધરીએ સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો છે.

Next Story