અરવલ્લી : માલપુર નજીક ટ્રકની ટકકરે ટ્રેકટરમાંથી લોકો નદીમાં ખાબકયાં, ચાર લોકોના મોત

0
105

અરવલ્લી જિલ્લાના માલપુર નજીક વાત્રક નદી બ્રિજ પરથી પસાર થતાં ટ્રેકટરને ટ્રકના ચાલકે ટકકર મારતાં ટ્રેકટરમાં સવાર ચાર લોકોના નદીમાં ડુબી જવાથી મોત થયાં છે જયારે 20થી વધારેને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

અરવલ્લીના બેલ્યો ગામથી 25 જેટલા લોકો ટ્રેકટરમાં બેસીને મહિયાપુર ગામે લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતાં. ત્યારે નવ વાગ્યાના અરસામાં માલપર નજીક આવેલાં વાત્રક નદીના બ્રિજ ટ્રકએ ટ્રેકટરને ટક્કર મારી હતી. ટ્રકની ટકકર વાગવાથી ટ્રેકટરમાં સવાર લોકો પૈકી પાંચ લોકો નદીમાં પડી ગયાં હતાં. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. એનડીઆરએફ તથા સ્થાનિક તરવૈયાઓએ નદીમાં શોધખોળ ચલાવી ચાર મૃતદેહ શોધી કાઢયાં છે જયારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને માલપુર તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here