Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : માલપુરમાં નોકરીના બહાને રૂપિયા ઉઘરાવનાર ઠગને લોકોએ ઝડપી પોલિસ હવાલે કર્યો

અરવલ્લી : માલપુરમાં નોકરીના બહાને રૂપિયા ઉઘરાવનાર ઠગને લોકોએ ઝડપી પોલિસ હવાલે કર્યો
X

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં રૂપિયા ઉઘરાવી નોકરી આપવાની બૂમો પડી હતી. માલપુર સહિતના વિસ્તારોના યુવાઓને સિક્યોરિટીમાં નોકરી આપવાનું કહીને ઠગે બસો થી વધારે લોકો પાસેથી વ્યક્તિ દીઠ પાંચસો રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે આજે વાલ્મિકી સમાજના આગેવાનોએ ઠગ વ્યક્તિની ઝડપી પાડી માલપુર પોલિસને સોંપી દીધો છે.

આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજના પ્રમુખ તેમજ આગેવાનોએ પોલિસને લેખિતમાં અરજી કરી ઠગને જેલ ભેગો કર્યો છે. વાલ્મિકી સમાજના આગેવાનોના આરોપ મુજબ છ મહિના અગાઉ મહેન્દ્ર નામના શખ્સે માલપુર વિસ્તારમાં આવીને વ્યક્તિ દીઠ પાંચસો રૂપિયા ઉઘરાવ્યા હતા અને એક મહિનામાં નોકરી આપવાનો વાયદો કર્યો હતો. જો કે નોકરી ન મળતા આખરે છટકું ગોઠવીને વાલ્મિકી સમાજના આગેવાનોએ ઠગને પોલિસના હવાલે કર્યો છે.

Next Story