અરવલ્લી : મેઘરજ તાલુકાના નવા પાણીબાર ખાતે યુવકની હત્યા

166

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવી લાગી રહ્યું છે. મેઘરજના નવા પાણીબાર ખાતે લગ્નમાંથી પરત ફરી રહેલા યુવક પર હુમલો થતાં મોત નિપજ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક યુવાન ગામેતી સૌમિત અમૃતભાઇ તેમજ તેમના અન્ય ત્રણ મિત્રો મેઘરજ તાલુકાના ધરોલ ગામે લગ્નના વરઘોડામાં ગયા હતા. આ સમયે લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને તમામ ચારેય યુવાનો ઘર તરફ પરત ફરી રહ્યા હતા તે અરસામાં રસ્તામાં આઠ થી દસ જેટલા યુવાનો પૈકી એક શખ્સે લોખંડની એંગલથી યુવક પર વાર કર્યો હતો. પીડિત યુવકને એંગલ ગળાના ભાગે વાગતાં ગંભીર હાલતમાં પીડિત યુવકને હેમખેમ ઘરે પરત લવાયો હતો ત્યારબાદ પરિવરજનો સારવાર અર્થે મોડાસા ખાતે લાવ્યા હતાં જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. હત્યાની આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી કડક કાર્યવાહી કરવાની પરિવારજનોએ માંગ કરી છે.

LEAVE A REPLY